હે પ્રભુ
હે પ્રભુ
1 min
22.9K
પૃથ્વી પર વધી ગયું હતું પાપ,
હવે ભૂલીને કરી દેને હવે માફ.
હે પ્રભુ.
માન્યું કે બગાડયા નદીને હવા,
તારી જ આ રચના સુધારી દેને.
હે પ્રભુ.
શાંત બની ગઈ છે દોડતી સડકો,
દોડતી કરી દોને આ સુની સડકો.
હે પ્રભુ.
દોષ બહુ કર્યા જગમાં માનવીએ,
આ દોષનું પરિણામ સુધારી દેને.
હે પ્રભુ.
વધી ગયો છે અંધકાર પૃથ્વી પર,
પૂનમ બની ઉજાસ કરી દેને હવે.
હે પ્રભુ.