હરખે આવી દિવાળી
હરખે આવી દિવાળી
સ્નેહીજનોના મધુર સ્નેહની પરિભાષા લઈને,
સ્નેહના સંબંધને વધુ મજબૂત બનાવવા માટે,
હરખે આવી દિવાળી.!
ઘર સાફસફાઈનાં ઉત્સાહ અને થાકની સાથે,
સોનપાપડી અને કાજુકતરીની મીઠાશ લઈને,
હરખે આવી દિવાળી.!
ઘરમાં સુખ સંપત્તિ ભરેલી રહે એ આશાએ,
લક્ષ્મીજીના પગલાંને ઘરે ઘરે વધાવવા માટે,
હરખે આવી દિવાળી.!
હનુમાનજી અને મહાકાળીની પૂજા કરવાને,
આખા વર્ષનો કકળાટ ને કાળાશ કાઢવા માટે,
હરખે આવી દિવાળી.!
>રંગબેરંગી કપડાં અને અવનવા ફટાકડા સાથે,
ઝગમગ દીવડાની હારમાળાની રોશની લઈને,
હરખે આવી દિવાળી.!
જેનો અતૂટ નાતો સ્નેહના તાંતણે બંધાયો છે,
ભાઈબહેનના પવિત્ર પ્રેમની વીર પસલી લઈને,
હરખે આવી દિવાળી.!
વેરઝેર ભૂલીને થયેલી ભૂલોની માફી આપવાને,
શરૂ થતા નવા વર્ષના નૂતનવર્ષાભિનંદન લઈને,
હરખે આવી દિવાળી.!
ભૂલાઈ ગયેલા જૂના સંબંધોની યાદ અપાવવા,
સંબંધોની ખારાશને મીઠાશમાં ફેરવી દેવા માટે,
હરખે આવી દિવાળી.!