હળવાશ 3
હળવાશ 3

1 min

23.6K
દૂર રહુ હું છતાં આપની પાસ છું,
હું તમારી જ તો એ સખા ખાસ છું.
ભૂસકો મારશો આપ સાગર મહીં,
ના બુઝાવી શકો એ જ હું પ્યાસ છું.
આપની જીંદગીમાં હસી રાખતી,
એવી હું ટાઢક પમાડતી છાસ છું.
તે રમેલી બહુ ચાલ બાજી અહીં,
હારમાં જીતતી એ જ હું તાસ છું.
જો જશો દૂર અમારા કનેથી તમે,
આપની સંગ રમતો જ આભાસ છું.
પ્રેમને કેમ લે છે તું હળવાશમાં?
હું તમારા મહીં ચાલતો શ્વાસ છું.
પારકા માનશો ના "ચિન્ટુ"ને હવે,
લાખ નખરા સહી આપની દાસ છું.