મારો શ્વાસ મારાં પપ્પા
મારો શ્વાસ મારાં પપ્પા
નથી જોઈતી કોઈ મોંઘી ધનદોલત મારે,
બધાથી મોંઘા અને અનમોલ મારાં પપ્પા,
મારો શ્વાસ મારાં પપ્પા જોઈએ.
આંગળી પકડીને ચાલતા શીખવ્યું છે મને,
સપના પુરા કરવા ઊંચા ઉંબરાને કુદાવતા,
મારો શ્વાસ મારાં પપ્પા જોઈએ.
પડ્યા ક્યારેક તો ક્યારેક અથડાયા છીએ,
ઉભા કરી આગળ વધવા હિંમત આપતાં,
મારો શ્વાસ મારાં પપ્પા જોઈએ.
દુનિયાની ભીડમાં ખોવાઈ જાઉં ક્યાંય તો,
પોતાના ખભે બેસાડીને દુનિયા બતાવનાર,
મારો શ્વાસ મારાં પપ્પા જોઈએ.
દરેક
પ્રશ્નોના જવાબ હાજર એમની જોડે,
અઘરી વસ્તુને સરળ ભાષામાં શીખવનાર,
મારો શ્વાસ મારાં પપ્પા જોઈએ.
બીમાર હું થાઉં અને વધારે ચિંતા એમને,
મારાં પપ્પાની દરેક ઈચ્છા પુરી કરવા માટે,
મારો શ્વાસ મારાં પપ્પા જોઈએ.
ક્યારેય કડવો કાંટો ના વાગે મારાં પપ્પાને,
મારાં શ્વાસને પણ અવિરત ચલાવવા માટે,
મારો શ્વાસ મારાં પપ્પા જોઈએ.
હે પ્રભુ, પપ્પાને આપજોને સારુ સ્વાસ્થ્ય,
એમનો હાથ મારાં માથે સદાય રહેવા માટે,
મારો શ્વાસ મારાં પપ્પા જોઈએ