સાથે છે તું
સાથે છે તું


શોધું તુજમાં અને મુજમાં મળે છે તું,
અંતરમાં ઝાંખુંને તો લાગે સાથે છે તું.
જરૂરી નથી કે રોજ રુબરુ મળવું,
મસ્તક નમાવું ને સામે સાથે છે તું.
જિંદગીના હું પાના બદલવા બેસું,
એ દરેક પન્ને પન્ને મારી સાથે છે તું,
પરિવર્તન જરૂરી છેને સંસારમાં,
જિંદગીના દર ડગલે સાથે છે તું.
દિવસો અને માણસો ભલે બદલાઈ જાય,
બદલાયેલા દિવસોની યાદોમાં સાથે છે તું.
મારાં હોવા ન હોવાથી કઈ ફર્ક નથી પડતો,
કારણકે જાણ્યે અજાણ્યે પણ સાથે છે તું,
પળ પળની વાતો અને લાંબી છે રાતો,
ભીંજાતા ઓશિકાની જેમ સાથે છે તું,
ચિન્ટુ હું, લખુ છું મારાં હૃદયથી,
કાગળ ને કલમ બની સાથે છે તું.