મહેર
મહેર
જે હતું હાફતુ અને હંફાવતું,
હવે સૂનું થઇ ગયું છે શહેર.
જે કિનારે બેસીને કરતા વાતો,
એ સૂનું તળાવ નદી નાળા નહેર.
થાય કે હવે આવીને કોઈ મળે ,
તો છવાઈ જાય ખુશીની લહેર.
આજુબાજુ વાતો કરે એકજ,
ક્યારે દુર થશે આ કાળો કહેર.
સાવચેત રહીને ઘરમાં જ રહીશું,
નથી પીવું એ દવાનું કડવું ઝહેર.
પ્રભુ, પોલીસ, ડૉક્ટર, કે સરકાર,
આમની જ છે આપણા પર મહેર.
