STORYMIRROR

Vrajlal Sapovadia

Others Children

4  

Vrajlal Sapovadia

Others Children

વિષુવવૃત્ત

વિષુવવૃત્ત

1 min
41

મસ મોટી ગોળ મટોળ જાડી પાડી, 

શાને આમ પૃથ્વી ચાલે થોડી આડી, 

તાણ્યો વિષુવવૃત્તને પેટે બાંધી પટ્ટો, 

પડ્યે પાટલુન આબરૂને લાગે બટ્ટો. 


આ આડો લીટો રહેતો જાજો ઢીલો, 

ભાગ ચારેક પાણીમાં એટલે ગિલો, 

ઉત્તર દક્ષિણ ગોળા રાખું જુદાં જુદાં, 

કપોળ કલ્પિત છું નથી એ કઈં જુદાં. 



ઉત્તરે ઉનાળો તો દક્ષિણે શિયાળો, 

ભર ચોમાસે રહું જરાં ઓશિયાળો, 

ગણે મારે ઘેરથી શૂન્ય છે અક્ષાંશ, 

મારું પેટ ચીરીને ઉભા છેદે રેખાંશ. 



વિષુવવૃતે અક્ષાંશ સૌથી છે લાંબો, 

આગળ પાછળ ઉગતો મીઠો આંબો, 

મારે મન દિવસ રાત બેઉ સરખાં, 

અતિ આપી તાપ સુરજ બહુ હરખાં. 


મસ મોટી ગોળ મટોળ જાડી પાડી, 

આંગણે કેટલા દેશની લીલી વાડી, 

મસ મોટી ગોળ મટોળ જાડી પાડી, 

શાને આમ પૃથ્વી ચાલે થોડી આડી. 


Rate this content
Log in