શિયાળાની સવારે
શિયાળાની સવારે
1 min
564
હાડ ધ્રૂજાવતી ઠંડી ફાવી શિયાળાની સવારે.
ગરમ કપડાં સૌને પહેરાવી શિયાળાની સવારે.
થીજાવી દેતી ઠંડી જાણે કાળોકેર વર્તાવતી,
ઠેરઠેર તાપણાંઓ પ્રગટાવી શિયાળાની સવારે.
શેરી રસ્તાઓ સૂનાસૂના ભાસે નૈ અવરજવર,
દીધાં સૌને ઘરમાં છૂપાવી શિયાળાની સવારે.
સ્વેટર, મફલર, ટોપી, ધૂંસા ને ધાબળા દેખાતા,
પથારીએ ઊંઘ કેવી આવી શિયાળાની સવારે.
ગરમગરમ ચાની ચૂસ્કી અડદિયાની સંગાથમાં,
સુસ્તીને સ્ફૂર્તિમાં પલટાવી શિયાળાની સવારે.
