મારી શાળા (બાળગીત)
મારી શાળા (બાળગીત)


ટન્ ટન્ ટન્ ટન્ ટન્ ન્ ન્ કરતો બેલ વાગે રે,
મારી શાળાની ડોકમાં.
કેવી મજાની શાળા છે મારી,
માતાના જેવી લાગે છે વ્હાલી,
રોજે રોજે નવું નવું વ્હાલ આપે રે.
મારી શાળાની ડોકમાં.
કેવું મજાનું રમવા મળે છે,
રમવાની સાથે ભણવાં મળે છે,
લખવાનું, વાંચવાનું ગમી ગયું રે,
મારી શાળાની ડોકમાં.
મારા ગુરુજી એવું ભણાવે,
જાણે કે દેવો વેદ ભણાવે,
ચર્ચા કરી રમત રમાડી વ્હાલ આપે રે.
મારી શાળાની ડોકમાં.
સપનાની દુનિયા શાળા છે મારી,
વાતો કરે છે રોજે મજાની,
સાચે સાચું જિંદગીનું જ્ઞાન આપે રે.
મારી શાળાની ડોકમાં.