STORYMIRROR

Prahladbhai Prajapati

Children Others

0.0  

Prahladbhai Prajapati

Children Others

'માઁ 'મારું રેતીનું ઘર

'માઁ 'મારું રેતીનું ઘર

1 min
27.3K

ખુંટ માપે મળ્યું’તું વેળુનું ખુલ્લું પાધર

ઘણું મજબૂત હતું મારુ રેતીનું ઘર

ઝટ બને ને પટ તૂટે એવું આ ઘર

ફાવે તેમ માપું ફાવે તેમ બાધું પાળ

ખુંટ માપે મળ્યું’તું વેળુનું ખુલ્લું પાધર

હાથ પગ હૈયું છે હાથનાં ઓજાર

બેઠાને ઢગુંલી કરું પગના પંજા પર

ભીની કોરી રેત એકઠી કરૂ પગ પર

ઘણું મજબુત એવું મારું રેતીનું ઘર

ખુંટ માપે મળ્યું’તું વેળુનું ખુલ્લું પાધર

પ્લાન નકશા મારે દોરવા ને પાસ કરવા

બીજો માલિક નૈં હું માલિક મારા ગરનો

બનાઉં ને તોડું કહેનારના કોઈ ટીડીઓ

આડોસી પાડોસી ને કોઈ વાંધો વાંચકો

એવો માલિક હતો મારા બચપણી ઘરનો

ખુંટ માપે મળ્યું’તું વેળુનું ખુલ્લું પાધર

મોટો થતો ગયો ભાંગતો ગયો રેતીનું ઘર

આલીશાન બંગલાએ લુંટ્યું શાંતિનું ઘર

વાડની સરહદે સ્વાર્થની ઈર્ષાએ આધાર

જૂઠું સિમેન્ટ સળિયાનું સવલતી પોલું ઘર

ઘણું મજબૂત ઘુમાવ્યું મારું એ રેતીનું ઘર

ખુંટ માપે મળ્યું’તું વેળુનું ખુલ્લું પાધર

Rate this content
Log in

Similar gujarati poem from Children