Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Children

4.9  

'Sagar' Ramolia

Children

મદારી (બાળગીત)

મદારી (બાળગીત)

1 min
700

(રાગ : રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી)

રીંછ એક હાથમાં પકડી આવે છે મદારી,

વાંદરાનાં નખરાં જોવા જામી ભીડ ભારી.

ઝૂકી-ઝૂકી મોરલી વગાડે, વગાડે છે ડમરું,

નોળિયાની ખેંચાખેંચી ખેંચાણ લાવે જબરું.

નાચ-કૂદ ખૂબ જોયાં, જુવો હવે મોટો સાપ,

મોરલીના સૂર સુણી ડોલે મસ્તક આપોઆપ.

રીંછ નાચે, વાંદરો નાચે, બાળકો મચાવે ધૂમ,

તાળીઓના વરસાદ સાથે કરે છે એ બૂમાબૂમ.

નાગદેવતાનાં દર્શન કરી સૌ જોડે હાથ,

પરચૂરણ-પૈસા નાખે જોનારા સાથોસાથ.

છોકરાં દોડે જાય ઘરે, વાટકો લોટ ભરે,

મદારીના ખેલની આમ ખુશી-ભેટ ધરે.

રીંછ-વાંદરા-નોળિયાને લઈ જાય છે મદારી,

બાળકોએ ઘરે જવા મોટી દોટ મારી.

Rate this content
Log in

Similar gujarati poem from Children