Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ishvarbhai Thacker

Inspirational Others Children

4.3  

Ishvarbhai Thacker

Inspirational Others Children

ઉનાળો નિરાળો

ઉનાળો નિરાળો

1 min
405


આવ્યો હૂંફાળો ઉનાળો, ગ્રીષ્મ કેરો તાપ લાવ્યો,

લાગે છો ને હોય તપતપતો, તોય ઉનાળો નિરાળો,


જીવન રક્ષણ કાજે, કુદરતે આપ્યા ફળ રસાળા,

શકકરટેટી-તરબૂચ ને કેરી, રાખે શરીર નિરાળા,


શેેેરડી-બોર ને આમલી, છે બધા ગુુુણકારી,

તરસ છીપાવે શકિત આપે, રાખે શરીર હિતકારી,


અન્નદાતા કરે છે વાવણી, ખેતરમાં નાંખી છાવણી,

ખાય રોટલા છાસ-પાણી, કરાવે બધાને ઉજાણી,


બાર મહિનાની સાચવણીમાં ગૂંથાઈ છે ગૃહિણી,

અથાણાં-મસાલા ને પાપડ, ગુવાર-વેફરની સૂકવણી,


બાળકો બન્યા તાજા-માજા, ઉતાર્યો પરીક્ષાનો ભાર,

બાળકોનાં આનંદનો છે ઉછાળો, છે ઉનાળો નિરાળો,


કાળમુખા કોરોનાના આગમનથી, પ્રવાસ-પર્યટન થયા વેગળા,

પરસ્પરની હૂંફ થકી, પરિવારના મન થયા મોકળા,


માસ્ક-દૂરી ને સ્વચ્છતા, અનુશાસનનો છે સમયગાળો,

છો ને હોય તપતપતો, તોય છે ઉનાળો નિરાળો !


Rate this content
Log in

More gujarati poem from Ishvarbhai Thacker