નિશાળનો પહેલો પ્રેમ
નિશાળનો પહેલો પ્રેમ


પહેલો પ્રેમ તો કદીય ભુલાય નહીં,
કરે બધાં જ પણ એવું કહેવાય નહીં...
નિશબ્દ રહીને ફક્ત જોયા જ કરવું,
વાત કરવાનીય હિંમત થાય નહીં...
અંગત મિત્રો જાણે આ પાગલપણું,
અને એ છેડે તોય કઈ બોલાય નહીં...
રમતી તારી વાળ ની લટ તારા ગાલ સાથે,
તું તેને કાન પાછળ લઈ જાય તો તને રોકાઈ નહીં...
જાણી જોઈને ના લાવું હું મારી નોટબુક,
પછી તારી નોટબુક લઇ જાવ એનો રાઝ બોલાય નહીં...
વેકેશન માં તારી યાદોમાં ખોવાઈને મલકાયા કરું,
મમ્મી પૂછે તો એ હસવાનું કારણ જણાવાય નહીં...
તરુણાવસ્થા કેવી બાલીશ વય,
પ્રેમ એટલે શું એ જ સમજાય નહિ...
ઉતાવળે પહોંચું શાળાએ મળવા,
ગેરહાજર હોય એ તો રહેવાય નહીં...