બસ વિરામ દઉં
બસ વિરામ દઉં
1 min
516
દોડી દોડી થાક્યો જીવનની હરીફાઈમાં,
જો હવે મળે વિસામો તો ખાલી લઉં,
દિલનું પક્ષી પુરાણું છે પાંજરામાં,
મળે જો એને પણ આકાશ,
તો પાંજરું ખોલી દઉં,
કેટલું ઉદાસ રહેવું હવે સમજાતું નથી,
મળે જો કોઈ કારણ હસવાનું તો હસી લઉં,
મને જો મળે કોઈ પોતાનું,
તો હું પણ દિલના હાલ બતાવી દઉં,
મળે ખુદા મને પણ જો,
હું પણ થોડી ફરિયાદ કરી લઉં,
વધુ થશે તો લેખ લાગશે ઓછું હશે તો વાક્ય,
લાગણી ભરેલા શબ્દોને હવે બસ વિરામ દઉં.