STORYMIRROR

Raj Nakum ( ઘાયલ )

Romance

1.9  

Raj Nakum ( ઘાયલ )

Romance

એક સાંજ મળે

એક સાંજ મળે

1 min
786


એવી પણ એક સાંજ મળે...,

તારી યાદોનું વાવાઝોડું ફરી આવી ચડે.....


એવા કોરા કાગળો મુજને જડે....,

હું લખું અને શબ્દોમાં તું જ ફરી વળે....


તારા ઝુલ્ફોની લટ ગાલ પર એમ ફરે....,

જેમ પહેલા વરસાદે ધરતી ઠરે....


તારા નયન મુજ નયનને એમ મળે....,

જાણે કોઈ શસ્ત્રો વગર જ લડી મરે....


તારા પાછા આવવાની વાતો મળે....,

આખરે એ બધી અફવાઓમાં ભળે....


' ઘાયલ ' તું સૂતો હોય કબરમાં ને...,

સામે આવી ઉભા એ મળે...!


Rate this content
Log in