STORYMIRROR

Bhakti Khatri

Romance

4  

Bhakti Khatri

Romance

એની પહેલી કવિતા

એની પહેલી કવિતા

1 min
324

લખી એણે એની પહેલી કવિતા આજ,

કર્યો પ્રેમનો ઈઝહાર કવિતાથી આજ.


ના તો એ વ્યક્તિ કોઈ કવિ છે ન લેખક,

છતાં લખી કવિતા જેમણે ફકત મારા માટે.


કવિતા લખી છે એમણે અંતરમનના સાચા પ્રેમથી,

ખુશનસીબ હું જેના માટે લખી કવિતા સાચા પ્રેમથી.


દરેક શબ્દોમાં થાય મારા માટે પ્રેમની અભિવ્યક્તિ,

દરેક પંક્તિમાં હું કરું એમના પ્રેમની સ્વીકૃતિ.


પ્રેમની કવિતાથી મળ્યો અનહદ પ્રેમનો અણસાર,

તું ને ફકત તુંથી જ હશે મારા જીવનનો આધાર.


તારી કવિતા પહેલા પણ હતો તારા પ્રેમનો સ્વીકાર,

તારી કવિતા પછી થયો મને તારાથી પ્રેમ અપાર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance