વહી ગઈ
વહી ગઈ


નફરતની આગમાં જિંદગી ઝલાવી દીધી,
સ્મશાનમાં રાખ બનાવીને બુજાવી દીધી.
જાદુથી ભરેલો છે જિંદગીનો ખજાનો,
કિસ્મતથી મળેલી પરી ચમકાવી દીધી.
સમય હતો ત્યારે પાછું વળીને ન જોયું,
આંધળી દોટમાં જિંદગીને ભુલાવી દીધી.
નિઃસ્વાર્થ પ્રેમની આકાંક્ષાઓમાં હું આવી,
સ્વાર્થની દુનિયા પીઠ પાછળ ધકાવી દીધી,
અભિમાનના તોલે પાણીની જેમ વહી ગઈ,
આજકાલ કરવામાં જિંદગી ડુબાવી દીધી.
કળિયુગમાં જાદુઈ જિંદગી શીખી રહ્યા છે,
વૈભવ -વિલાશનો આનંદમાં પતાવી દીધી.
કુદરત કાળ બનીને ત્રાટકશે ખબર નહિ રહે,
ધર્મ,પારાયણ,વેદ અને કર્મમાં તોલાવી દીધી.