શબ્દો વાંચુ છું
શબ્દો વાંચુ છું
ડાયરીનાં પાને પાને એ અદ્રશ્ય શબ્દો વાંચુ છું,
સમજાય છે મને એ શબ્દોનાં અર્થ વાંચુ છું,
સમય અવિરત વહી ગયો પછી એ શબ્દો વાંચુ છું,
શબ્દોનાં અનેક અર્થ થાય એ શબ્દો વાંચુ છું,
શબ્દે શબ્દે સ્મિત પાથરી એ શબ્દો વાંચુ છું,
જીવનમાં ખુશી મેળવવા એ શબ્દો વાંચુ છું,
શબ્દે શબ્દે લાગણી નીતરે છે એ શબ્દોને વાંચુ છું,
અંતરની લાગણીઓને આજ એ શબ્દોને વાંચુ છું,
અમી ભર્યા એ અમૃતબુંદ, એ શબ્દોને વાંચુ છું,
હૃદયના દરેક ધબકારે એ શબ્દોને વાંચુ છું,
નહીં ભરાય એ ઊંડા ઘાવ કદી, એ શબ્દ વાંચુ છું,
લાગણીઓ છોલાય છે હવે, એ શબ્દ વાંચુ છું,
નથી કોઈ જગતમાં એનો મલમ, એ શબ્દ વાંચુ છું,
ઘા પર ફરી ફૂલો પાથરી દે હવે, એ શબ્દ વાંચુ છું,
ના કરીશ ઝાઝા વિચાર હવે એકવાર, એ શબ્દ વાંચુ છું,
બસ એ જ છે ઉપાય આખરી હવે લાગણીનો એ શબ્દ વાંચુ છું,
વહેતી આંખને હવે કોઈના રોકી શકે એ શબ્દ વાંચુ છું,
લાગણી ના સમજે એને કોઈ ના ટોકી શકે એ શબ્દ વાંચુ છું,
અંતમાં આજ શબ્દોને શબ્દોની જરૂર નથી, એ શબ્દ વાંચુ છું,
દિલનાં ખૂણે ધરબાયેલી લાગણી સળવળી એ શબ્દ વાંચુ છું.