આ દિલ શાયર થયું
આ દિલ શાયર થયું
જ્યારથી હૈયે તમારું આગમન થયું,
આ દિલ જાણે ચમન થયું,
જાણે આ હૈયું તારી યાદોનું ઘર થયું
જાણે આ હૈયું બધી પીડાઓથી પર થયું,
મળ્યો તારો પ્રેમ જો ક્ષણભર,
જો ને આ જીવન અવસર થયું,
વરસે તારો નેહ ઝરમર ઝરમર,
આ છલકાયું તારા પ્રેમથી આ હૃદયનું સરવર,
બની તારા પ્રેમમાં પાગલ
જાણે આ દિલ શાયર થયું,
હતું કાલે એ મહેકતું ફૂલ,
આજે અત્તર થયું.

