Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shivani Sondarva

Romance

3  

Shivani Sondarva

Romance

પરવાનગી

પરવાનગી

1 min
163


વરસાદનાં છાંટા જ્યારે પાણી ભરેલા ખાબોચિયામાં પડે છે અને ખાબોચિયામાં જેમ વમળ રચાય છે,

એમ,

હું પણ તારા પ્રેમમાં પડી આપણાં પ્રેમનું એક વમળ રચવા માગું છું !

શું તું મને પરવાનગી આપીશ ?


સૂર્યનાં કિરણો જેમ શૂન્યાવકાશને પણ ઓળંગી પૃથ્વી સુધી પહોંચે છે, ધરતી પર અજવાળું ફેલાવવા માટે,

એમ,

હું પણ દુનિયાનાં બધાં જ બંધનોને ઓળંગી, મારા પ્રેમની જ્યોતથી તારા હૃદયમાં અજવાળું ફેલાવવા માગું છું !

શું તું મને પરવાનગી આપીશ ?


શ્વેત પ્રકાશ જેમ સાત રંગોનું મેઘધનુષ્ય રચવા પોતે વિભાજિત થઈ જાય છે,

એમ,

હું પણ તારા જીવનમાં ખુશીઓનું મેઘધનુષ્ય રચવા વિભાજિત થવા માગું છું !

શું તું મને પરવાનગી આપીશ ?



ઝાકળનાં બિંદુઓ જેમ હવાનો ત્યાગ કરી પર્ણ સાથે જોડાય છે, કુદરતની સુંદરતામાં વધારો કરવા,

એમ,

હું પણ મારા પરિવારને છોડી તારા પરિવાર સાથે જોડાવા માગું છું, તારા સંસારની શોભા વધારવા !

શું તું મને પરવાનગી આપીશ ?


Rate this content
Log in

More gujarati poem from Shivani Sondarva

Similar gujarati poem from Romance