શ્વાસ
શ્વાસ
જરાક પડખું ફેરવ્યું, અદ્રશ્ય થયા તમે,
વાંક ન હતો, છતાં બદનામ થયા અમે,
પ્રેમ ન હતો તારો તો કહેવું હતું તારે,
આમ ચોધાર આંસુએ રડવું ન હતું મારે,
શ્વાસે શ્વાસે યાદ કરતા રહ્યા અમે,
પળે પળે ફરિયાદ કરતા રહ્યા તમે,
છોડીને જશો એવો આભાસ ન હતો,
બાકી આ દેહમાં પણ ક્યાં શ્વાસ હતો.

