પ્રિયે તું આવી જ્યારે
પ્રિયે તું આવી જ્યારે


ક્યાં ખબર હતી આપણે આમ મળીશું,
જિંદગીની સફરમાં આમ સાથે રહીશું,
દરેક મોડ પર મળ્યો તારો સાથ,
ન હોત તુંં તો હું જાણે લાગું અનાથ,
વિઘ્નોનો સામનો કરવા બન્યો સક્ષમ હું,
પડછાયો બની હંમેશા રહી સાથે મારી તું,
ભવસાગર પાર કરીશું આપણે,
બંધાયા છીએ હવે તો સ્નેહના તાંતણે,
ક્યાંક વમળમાં અટવાઉ હું તો તારજે,
નાવ મારી અટવાય તો કિનારે લાવજે,
વિશ્વાસની દોરી અને સલામત છે મારી કલમ,
મારી જીવન સંગીનીનો સાથ છે મને હરપળ,
લક્ષ્મી બની આવી અમ ગૃહે જયારે,
પ્રિય ફૂલનું નામ બન્યું 'કમલ –પદ્મા' ત્યારે...
મહેકી ઊઠ્યું હવે તો મારું જીવન,
શોભાવ્યું છે પ્રિયે તે મારું આંગન,
જન્મો-જન્મ રહીશું સાથે આપણે મંદિર બનાવ્યું છે ઘરને,
રીસાજે પણ માની જજે તરત જયારે કાનમાં તારા હું કહું તને,
હું કહું તને, હું કહું તને.