શહાદત
શહાદત
શૌર્ય દાખવી શહીદ આ દુનિયામાં આવે છે હસતાં હસતાં શાનથી,
જાય છે માતનો જંગ લડીને રમતાં રમતાં શાનથી,
કફન ઓઢીને રમખાણોમાં ને યુદ્ધોમાં જંગ લડતાં લડતાં ગોળીઓની રમઝટ વચ્ચે,
સમજાવતાં હતાં શાંતિ અમનની માટે,
કશું જ સલામત નહોતું,
જીવન પણ ભયનાં આગોશમાં બેજાન હતું,
ફિકર ન હતી પોતાની, બસ દેશની શાંતિની તમન્નાઓ હતી,
પોતાના જ માણસો, દુશ્મનો પણ ખરા, પોતાનો જ દેશ,
આ વેદનાઓ પણ પોતાની જ હતી,
વેદનાઓનાં ચરૂઓ વચ્ચે આગ ઝરતી અશાંતિ હતી,
તમન્નાઓ ને આરઝૂઓ હતી દેશ માટે કરી છૂટવાની,
સામી છાતીએ લડ્યાં મર્દાનગી બતાવી આ કોઈનાં લાડકવાયા,
દેશપ્રેમી બની દેશનાં હિતમાં આપી કુરબાની મહામૂલી,
યાદ રાખશે આ વીર જવાનોની શૌર્યભરી શહાદતને આ દેશવાસીઓ,
તેમની કુરબાનીને સો સો સલામ કરશે આ દેશવાસીઓ,
શહીદ જ્યારે શહીદ બને ત્યારે રાખે દિલમાં આરઝુ,
આપે સંદેશો સૌ દેશવાસીઓને,
અમે નથી ગુમાવી અમારી જિંદગી,
દેશ કાજે મરમિટવાનું પણ લીધું છે,
મર્યા પછી તિરંગાને લહેરાતો જોવાનું પણ લીધું છે,
જાગો દેશવાસીઓ જાગો,
તેમની શહાદતને માન આપીને,
"સખી" જગાડી દેશદાઝ લગાવીને નારા બુલંદ,
ભારત માતા કી જય,
શહીદ જવાનો કી જય.
