અલી ચાલો
અલી ચાલો
અલી ચાલોને ફરીથી અમથા મળીયે,
એ બાળપણની યાદ સાથે માણીયે.
અલી સખી ચાલો એકવાર મળીયે,
બાળપણનાં સંભારણા ફરી વાગોળીએ
અલી દોસ્ત ચાલો ને મળીયે,
ચાની ચુસ્કી સાથે જિંદગીનું સરવૈયું કાઢીએ
ઓ પ્યારી ચાલોને ફરીથી મળીયે,
આપણાં સ્નેહની મીઠી વાતોને ગાંઠે બાંધીએ.
અલી ચાલોને સખી ફરી મળીયે,
ભાવનાનાં તાણાવાણાને ફરીથી ગૂથીયે.
