મળશે સફળતાનો તાજ એક દિ
મળશે સફળતાનો તાજ એક દિ
મનની પાંખો વડે સફળતાના ગગનમાં વિહાર હું કરું છું,
મનમાં સાહસને છલોછલ ભરેલું હું રાખું છું,
આત્મવિશ્વાસ કેરી તલવારને હું સાથ રાખું છું,
જીવન જંગમાં ખુદ અર્જુન ને ખુદ કૃષ્ણ બની જાઉં છું,
ભલે કોઈ સાથ ન આપે તો હું ખુદનો સહારો હું ખુદ બની જાઉં છું,
હતાશા ને ઉદાસીને હવામાં ફંગોળી દઉં છું,
નિરાશાના અંધકારને દૂર કરવા આશાનો આખો સૂરજ હું સાથે રાખી લઉં છું,
મંઝિલ પર જવાની એટલી ધૂન છે, પર્વત જો આવે આડે તો ઠોકર હું મારી દઉં છું,
ઈશ્વરની કૃપા થકી જ બધું શક્ય છે, ઈશ્વર સ્મરણ હંમેશા કરી લઉં છું,
કંટક હોય ત્યાં ફૂલના ગાલીચા પાથરી લઉં છું,
મુશ્કેલ રાહ પર પણ ઈશ્વરની અસીમ કૃપા થકી મંઝિલ હું મેળવી લઉં છું,
બસ એક દિવસ અદ્ભૂત શાનદાર સફળતાનો તાજ મારે માથે હશે,
બ્રાન્ડેડ ઘડિયાળ તો ઠીક, પણ સમય પણ મારો હશે,
એવો ભરપૂર આત્મવિશ્વાસ હું સાથે રાખી લઉં છું.
