પ્રજાસત્તાકની ઉજવણી
પ્રજાસત્તાકની ઉજવણી
છે રાષ્ટ્રીય તહેવાર આ ભારતનો,
આવ્યું અમલમાં આપણું બંધારણ,
કહીએ ગર્વથી છીએ અમે ભારતીય,
થયાં શરૂ આજથી પરેડ ને ઉજવણી,
ગુંજે નારા દેશભક્તિના ભારતભરમાં,
કહીએ ગર્વથી છીએ અમે ભારતીય,
દેખાય છે ઘણી એકતા વૈવિધ્યતામાં,
ચાલતું પ્રજાથી જ આપણું સાશન,
કહીએ ગર્વથી છીએ અમે ભારતીય,
ભરે હંમેશ ઊંચી ઉડાન આપણો તિરંગો,
માતૃભૂમિની આન, બાન, શાન છે તિરંગો,
કહીએ ગર્વથી છીએ અમે ભારતીય,
બની પૂર્ણ સ્વરાજ આજ ભારતભૂમિ,
વીરોની આહુતિથી બન્યો દેશ પ્રજાસત્તાક,
કહીએ ગર્વથી છીએ અમે ભારતીય.