ઝાકળ
ઝાકળ
રમતો પરોઢિયે સંતાકૂકડી,
સર્જતો નયનરમ્ય દૃશ્યો,
બનતી તરોતાજા વનસ્પતિ,
ઝૂમી ઊઠતાં જાણે પુષ્પો,
ઝાકળ બન્યું મોતી પાંદડે પાંદડે,
ફરી રહ્યા બધા વાદળોના દેશમાં,
આભ કરતું રોમાન્સ ધરતી સંગ,
કરતા બતક, હંસ ગમ્મત પાણીમાં,
કરતા ફડફડાટ સહેલતા પાણીમાં,
ચારે તરફ છવાઈ સફેદ ચાદર,
જોઈ રંગીન ઝાકળ પડી હું પ્રેમમાં,
ઠંડી શીતળતાએ હરી લીધું મન,
થયો મીઠો સ્પર્શ ઝાકળ તણો,
થઈ ઊઠી હું રોમરોમ પુલકિત,
દોડે આલિંગન આપવા મને,
ઝૂમી ઊઠી હું એ ઝાકળવર્ષા મહીં,
અડું ઝાકળ, અડું વાદળ, અડું પડતા વરસાદને,
પડી ગઈ ટેવ જાણે આછકલું અડવાની.