STORYMIRROR

Rajeshri Thumar

Inspirational

4  

Rajeshri Thumar

Inspirational

આવી દિવાળી

આવી દિવાળી

1 min
309


ઝગમગ ઝળહળતી જ્યોત પ્રગટાવીએ,

આનંદ ને ઉલ્લાસ કેરા પર્વ ઉજવીએ,

અનેરી તાજગી સહ આવી દિવાળી.


સાફ સફાઈ કરી ઘરને શણગારીએ,

સબંધોમાં કટુતાની સાંકળ તોડીએ,

સુલેહ શાંતિ સહ આવી દિવાળી.


દરવાજે આસોપાલવના તોરણ બાંધીએ,

સુખ સમૃદ્ધિ તણું રોકેટ પણ છોડીએ,

સ્વર્ગસુખની હેલી સહ આવી દિવાળી.


દીપ બની કોઈના જીવનને પ્રકાશીએ,

વહેંચી રંક સહ મીઠાઈ ખુશી લાવીએ,

કંઈક નવી દિશા સહ આવી દિવાળી.


સપ્તરંગી ફટાકડાથી આભ શણગારીએ,

આંગણ પચરંગી રંગોથી રંગોળી બનાવીએ,

અનેકવિધ ખુશીઓ સહ આવી દિવાળી.


સજી સાજ શણગાર અનેરો દિવાળીએ,

મા લક્ષ્મીની કૃપા ને વડીલોના આશીર્વાદ લઈએ,

ધનવર્ષા ને અમીવર્ષા સહ આવી દિવાળી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational