પ્રભુ ! તું આસપાસ છે
પ્રભુ ! તું આસપાસ છે
પ્રભુ !
તું અહીં જ આસપાસ છે,
મારી માં મારા બાપ છે,
સદ્દગુરુ સદ્દભાવનો સાથ છે,
શાંતિનો અહેસાસ છે,
સંતોષનો વિશ્વાસ છે,
મિત્રો કુટુંબનો સહવાસ છે,
મારી આશા અને આસ છે,
આરોગ્ય સુખ નિવાસ છે,
અષ્ટ સંપત્તિનો ન્યાસ છે,
વિમલ કરણીનો વ્યાસ છે,
તું કલ્પતરુ બારેમાસ છે,
પ્રભુ તું અહીં જ આસપાસ છે,
અશ્રુ નિશ્વાસ કે સાત્વિક સ્મિત હાસ્ય છે,
દુઃખ વિપત્તિનો ત્રાસ છે,
કે સહન શીલ તિતિક્ષાનો પ્રયાસ છે,
મૃત્યુનું રુદન કે જીવવાનો અટ્ટહાસ્ છે,
સદ્બુદ્ધિનો સ્ફુટ હાસ છે વિકાસ છે,
વિદ્યા વિનય વિવેકનો વિન્યાસ છે,
ભક્તિ કરુણાનો વિકાસ છે,
કર્મનો અભ્યાસ છે,
સત્કાર્ય સત્કર્મનો સમાસ છે,
ઓમકાર આકાર કે શૂન્ય અવકાશ છે,
એક તણખલું કે આખી કાયનાત છે,
તુજ ઉત્પત્તિ તુજ વિનાશ છે,
પ્રભુ તું અહીં જ આસપાસ છે
આઈનાની સામે જોયું કે
તારો તો મારામાં જ વાસ છે,
આ શરીર પણ તારો જ ભાસ છે,
વ્યક્તિથી વ્યાપકતાનો પ્રવાસ છે,
બહિર્વર્તી બહિર મુખી કે તું આત્મસાત છે,
માનવ મૂલ્યોની સુવાસ છે,
સૂર્યોદય કે તું સૂર્યાસ્ત છે,
પ્રવૃત્તિ કે પછી સન્યાસ છે,
જીવ શિવ ઐક્ય દેખાડે એ તું પ્રકાશ છે,
પ્રભુ તું અહીં જ મારી પાસ છે.
