મને છે પ્રકૃતિનું ચુંબકીય આકર્ષણ
મને છે પ્રકૃતિનું ચુંબકીય આકર્ષણ
ચુંબકીય રીતે આકર્ષિત કરે આ સુંદર પ્રકૃતિ
જાણે ઈશ્વરે દોરેલી સુંદર મન મોહક આકૃતિ,
જાણે પરમાત્માની સુંદર પ્રતિકૃતિ,
જાણે કોઈ મહાન ચિત્રકારની બેસ્ટ કૃતિ,
પ્રકૃતિની ખોળો જાણે મા ની સુંદર ગોદ,
લાવે આનંદ ઉલ્લાસની કરી ખોજ,
ઉદાસી દુઃખ હતાશા ભૂલાવી કરાવે મોજ,
ઉપહાર લાવે કઈ ને કઈ રોજ રોજ,
ઈશ્વર સુંદર પ્રકૃતિ,
જાણે ઈશ્વરની અદભૂત પ્રસ્તુતિ,
કેટલાય અચંબાને કેટલીય નવાઈ ભરી,
એને સમજવા,
આ દિમાગથી કર્યા પ્રયત્નો,
વિચારો મારા પતંગિયું બની ઊડી ગયા
ઈશ્વરના ખોળે જઈ બેઠા.
