પ્રભુની કરામત
પ્રભુની કરામત
પ્રભુની કરામત સકળ લોકમાં ચમકી રહી છે,
સવારે સૂરજનાં કિરણ ને રાતે ચાંદની રહી છે, પ્રભુની કરામત..
સુગંધ ને રંગ પુષ્પમાં ભરીને ચમન મહેકાવ્યો છે,
હૃદયમાં ધડકનને નસોમાં રક્તવાહિની રહી છે, પ્રભુની કરામત..
જંગલોમાં દાવાનળ ને દરિયે પેટાળ અગ્નિ પ્રગટે,
માનવીના પેટની અગ્નિથી દુનિયા સળગી રહી છે, પ્રભુની કરામત..
યાદો ને ફરિયાદો, સુખ ને દુઃખ સમયનાં પ્રહારે છે,
પ્રભુની ભક્તિ તારાં ભક્તોમાં તારા સહારે રહી છે, પ્રભુની કરામત..
આ મારું ને આ તારું ભાગતોડની નીતિ વર્ષોથી,
પ્રભુને માને જે પોતાના એ જિંદગી દીપી રહી છે, પ્રભુની કરામત.