STORYMIRROR

Sapana Vijapura

Inspirational

4  

Sapana Vijapura

Inspirational

હાથ હોવો જોઇએ

હાથ હોવો જોઇએ

1 min
26.8K


હથેળીમાં ચાંદ હોવો જોઇએ,

સદા તારો સાથ હોવો જોઇએ.


છું માનવ ને પાત્ર છું ભૂલો ભર્યો,

ગુનો હર એક માફ હોવો જોઇએ.


પગે ખૂલ્લા ચાલવું છે સંગમાં,

શરત રસ્તો સાફ હોવો જોઇએ.


સહન થઇ જાય વેદના પીડા બધું,

શિરે માનો હાથ હોવો જોઇએ.


ખુદા, પરપોટા સમી દુનિયા અહીં,

કિંચિત એનો ભાસ હોવો જોઇએ.


લો સપના પૂરા થયાં છે સર્વ મુજ,

ખુદા તારો હાથ હોવો જોઇએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational