STORYMIRROR

Appar Ami joshi

Inspirational

4  

Appar Ami joshi

Inspirational

પડે છે...

પડે છે...

1 min
26.9K


જાણું છો બધું, છતાં ચૂપ રહેવું પડે છે,

જીવનમાં ક્યારેક સહદેવ બનવું પડે છે...


ચાહત છે મારી સારસ જોડલા જેવી...

એટલે જ સમયની રાહ રહેવું પડે છે...


આવે છે લડત ઘણીવાર સ્વજનોથી...

અર્જુનની અવસ્થામાં મૂકાવું પણ પડે છે...


ફસાવ છું સદા લાગણીઓના ચક્રવ્યૂહમાં...

તોડવા તેને ક્યારેક અભિમન્યુ બનવું પડે છે...


થાય છે કુંતી બની હવે માંગી લઉં દુઃખ...

રહેવા ઈશ્વરની સમક્ષ 'અપાર' કરવું પડે છે...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational