STORYMIRROR

Appar Ami joshi

Others

3  

Appar Ami joshi

Others

મૃત્યુ

મૃત્યુ

1 min
25.9K


સુંદર સહજ સનાતન છે તું

હે મૃત્યુ ! ખૂબ જ સુંદર છે તું...

તારા આગમનથી દુઃખી થાય છે પ્રિયજન કારણ,

લાગણીઓના તારથી બંધાયેલા છે સ્વજન...


પરિવર્તન પામવું અને આગળ વધવું,

તે સર્વસામાન્ય સ્વીકારાય છે સમાજમાં તે જ રીતે

દેહને છોડવો ને આત્માને મોક્ષ મળવો

તે તો મધુર મિલન આત્માનું પરમાત્મામાં 


કોઈનાં વગર કંઈ અટકતું નથી

સંસાર ચક્ર છે ફર્યા જ કરશે

હા, પણ કોઈ વગર અધુરૂં અવશ્ય લાગે 

જીવન ચક્ર છે ચાલ્યા જ કરશે


બીમાર માટે મુક્તિ છે તું

ભક્ત માટે ભક્તિ છે તું

શહીદોની ઓળખ વીરગતિ છો તું

અકસ્માતે આવે જો


તો સ્વજનોની ફારગતિ છે તું

જે કોઈ રૂપમાં સમજે તને 

તે રૂપમાં હજાર છે તું,

હે મૃત્યુ ! મારા માટે ખુબસુરત છે તું


Rate this content
Log in