માસુમ ચહેરો
માસુમ ચહેરો


જ્યારે પ્યાર કરે છે મને હસીને ખૂબ,
જિંદગીના શબ્દો કવિતા બને છે ખૂબ.
પથ્થર પરથી પસાર થતું ઝરણું લાગે જાણે,
ગગનમાંથી ઉતરી એક પરી લાગે જાણે.
ઝાકળને પહેરીને સોનેરી કિરણો પાથરે છે,
દિવસો વીતી જાય જ્યારે એ દોડી જાય છે.
કારણ વગર નજર ફરે ને મૂર્તિ બની જોઉ,
ઉછરેલા મોજાઓમાં લાગણીઓ જનમાવી દઉં.
કાળી ઘટા શી ઝુલ્ફોથી પાણી ઉડાડતી'તી,
જાણે રસ્તા પર કેટલાયે દિલ જલાવી દેતી'તી.
માસુમ ચહેરોની માસૂમ મુસ્કાનની માસૂમિયત હતી એ,
કોઈ મશહૂર શાયરના ગઝલની નજમા હતી એ.
એની દુનિયા ને મારી દુનિયા થોડી અલગ ને દૂર હતી,
એની ચાહત ને રાહત મારા દિલ કે ખૂબ નજીક હતી.