સાત પગલાં
સાત પગલાં


આવતી જતી'તી એ,
સંતાકૂકડીની રમતમાં,
પડતા'તા એના ગાલ પર,
ખંજન હસવામાં.
ખળખળ વહેતી'તી એ,
પગલા શેરીમાં પડતા'તા,
ધીમું સંગીત રેલાવતી એ,
સ્મિત હોઠો પર આવતા.
એ નાની પરી મોટી થઇને,
આજે રાજકુમારી બની,
રૂપનગરની રાણી થઈને,
અહીંથી વિદાય લેવાની.
મંગલ ફેરા ફરી રહ્યા,
અગ્નિની સાક્ષીએ આજ,
સપ્તપદીના વચનો ને ,
પ્રતિજ્ઞા લીધી છે તે કાજ.
એ ગજબની મોસમ હતી,
કે ધરા આ દુનિયામાં,
વિદાય થયા પછી શેકાયા છે,
અમ એના વિરહમાં.