આવ્યા મહેમાન
આવ્યા મહેમાન
આવ્યા મહેમાન અમારા આંગણે ને,
સ્વાગત કરીએ મનના ભાવથી હો,
ફુલડાં વેરાવી કંકુ ચોખાથી તિલક કરો,
આંગણિયે આવ્યો આજ રૂડો અવસર હો,
ઉડાડો અબીલ-ગુલાલની છોળો ચોતરફ રે,
ગુલાબ મોગરા ના હારે પહેરાવો રે હો,
ભાવ સ્વીકારો ફુલની પાંખડી થકી આજ,
સ્વીકારો અમ યજમાનની મહેમાનગતિ..હો.