હળવાશ ૫૦
હળવાશ ૫૦


ચાંદની રાત વરસે છે અવકાશ થૈ,
એ અમાસે ડુબે પ્રેમ અજવાશ થૈ.
સાકરોથી વધુ એ ગળ્યા છે જગે,
તો દુઆ ને દવા આપ કડવાશ થૈ.
વેદનાની હવા આપ લે કર જરા,
સાથ તારો હવે થાય વનવાસ થૈ.
લાગણીઓ બની દોડતી માંગણી,
શબ્દ એ ઘા બને હોઠ બકવાસ થૈ.
બોલતો હોઠથી પ્રેમ ખાતર જરા,
હાશના શ્વાસથી થાઉં હળવાશ થૈ.