ઉતાવળ કરશો નહીં
ઉતાવળ કરશો નહીં
1 min
217
ઉતાવળ ના કરશો ગાડી ચલાવવામાં,
ટ્રાફિકના નિયમો પાળજો સફરમાં...એ ભાઈ ઉતાવળ કરશો નહીં.
એ ભાઈ થોડી ઉતાવળ કરશો નહીં,
થોભો જરા ને ચાલો રસ્તા પર અહીં....એ ભાઈ ઉતાવળ કરશો નહીં.
માથા પર હેલ્મેટ પહેરી બાઈક ચલાવો,
સીટ બેલ્ટ પહેરી તમે ગાડી ચલાવો...એ ભાઈ ઉતાવળ કરશો નહીં.
ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ જૂઓ,
લાલ લાઈટે થોભીને લીલી થતાં જાઓ...એ ભાઈ ઉતાવળ કરશો નહીં.
પુરપાટ ઝડપે ના વાહન કદી ચલાવો,
સ્પીડ મીટર પર ધ્યાન રાખી ચલાવો....એ ભાઈ ઉતાવળ કરશો નહીં
સફરમાં મોબાઇલ પર વાત કરશો નહીં,
યમરાજા દોડતા આવશે જલ્દી તહીં...એ ભાઈ ઉતાવળ કરશો નહીં.
