રંગાઈ જાઉં
રંગાઈ જાઉં
ખૂબસૂરત હોઠથી નીકળતી વાત વાતોમાં,
એ ગુલાબી વાતો કહું સાજણનાં કાનોમાં,
અવર્ણનીય તારી વાતમાં ખોવાઈ જાઉં,
ચમકીલુ રૂપ તારું અજબ ને ગજબ અસર,
રૂપનાં કિરણો સોનેરી થઈ પડે છે મુજ પર,
અકલ્પનીય તારા રૂપમાં સમાઈ જાઉં,
આકાશથી ધરા સુધી ને ફૂલોની તાજગીમાં,
નદીયુંનાં વહેણના રણકારે મોજુદગી જગમાં,
અતુલનીય તારી મોજુદગીમાં મહેકાઈ જાઉં,
અદા માસુમ નિરાળી ને લાગે પરીથી રૂપાળી,
ખોવાયો છે અદાની લટમાં હો મારી સુંવાળી,
અલૌકિકય તારી એ અદામાં રંગાઈ જાઉં.

