STORYMIRROR

Kavita Vaishnav

Inspirational Romance

5.0  

Kavita Vaishnav

Inspirational Romance

તો પણ ચાલે

તો પણ ચાલે

1 min
1.8K


બહુ ઉચી નથી અપેક્ષા ઓ મારી,

રહેવાને તારા દિલ જેવુ ઘર મળે,

તો પણ ચાલે.


સુરજ ચંદ્રના સપનાઓ નથી મારા,

થોડા દિપકોથી અંધકાર ટળે,

તો પણ ચાલે


અત્તરથી જીવન નથી મહેકાવવુ મારે,

થોડા ઘણા ફુલોની સુગંધ ભળે,

તો પણ ચાલે


દુનિયાનો પ્રેમ નથી જોઇતો મારે,

એક તુ બસ મારા પ્રેમમાં પડે,

તો પણ ચાલે


ચંદ્ર જેવી ખુબસુરતી તો નથી મારી,

બસ મારી અત્માને વખાણે તુ,

તો પણ ચાલે


હસે જીવનમાં મેળવવા જેવુ ઘણુ,

પણ મને તો ફક્ત તુ મળે,

તો પણ ચાલે


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kavita Vaishnav

Similar gujarati poem from Inspirational