નજર્યુના સંધાણ
નજર્યુના સંધાણ
1 min
684
આજ નજર્યુના સંધાણ એવા થયા,
એક ક્ષણ આ સદીમાં પલટાઇ ગઇ,
જીંદગી મારી જો અક્ષર ઢાઇ થઇ,
વૈકુંઠપતિ આઠે પ્રહર સાથ હોવાના,
આ દિલને જો એના હેવા થયા.
સોળમું સાલ હજી માંડ બેઠુ સખી,
સાહ્યબો મુજ આવી ચડ્યો ક્યાંકથી,
સાંબેલાધારે મુજનો ભીજવતો રહ્યો,
એક ચૂંતા મારા જ ઘરના નેવા થયા.
ઓલ્યા તે ભવની પ્રીત જાગી હશે,
મીરા સમ ક્યારેક લગની લાગી હશે.
વિણ ધૂઘરી, પગે રણઝણ્યા ઘૂંઘરું,
વિણ બાંસ સૂર વહેતા કેવા થયા.
સાવ બેખબર હતી હું તો પ્રીતથી,
રમતી’તી રમત જાણે હારજીતની,
પછી ખબર પડી આ પ્રીત કહેવાય,
હાલ મારા પ્રેમદિવાની જેવા થયા.

