STORYMIRROR

Lata Bhatt

Others Romance

4  

Lata Bhatt

Others Romance

નામ લખી દઉ

નામ લખી દઉ

1 min
992


લાવ તારી હથેળી, મારું નામ લખી દઉ

તારી હસ્તરેખામાં સખી, શ્યામ લખી દઉ.


કે પછી તારા ગોરા ગોરા આ લલાટે,

મોરપીચ્છ ભાતની ટિલડીની જ સાથે ,

ઓપે એમ હું આ ઘનશ્યામ લખી દઉ,

લાવ તારી હથેળી, મારું નામ લખી દઉ.


આયખા આખાની પૂરી કરશે અધુરપ,

માર્ગમાં સાથે ચાલવા લાગશે એ ખપ,

શ્વાસ સાથે ઉચકાય એ સરંજામ લખી દઉ,

લાવ તારી હથેળી, મારું નામ લખી દઉ.


મને ગમતું તારી આંખનું સપનું સંજોવું,

સપનામાં તારું મારું આ સાથ સાથ હોવું,

એક સુરમયી સાંજ, વૈકુંઠધામ લખી દઉ,

લાવ તારી હથેળી, મારું નામ લખી દઉ.


મન મારું ય મળવા તુજને વ્યાકુળ,

અહીં આવ્યો હું મન મેલીને ગોકુળ,

આજ પ્રીતડીનો આ પયગામ લખી દઉં,

લાવ તારી હથેળી, મારું નામ લખી દઉ


Rate this content
Log in