Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Vyas

Inspirational Romance

2.7  

Kalpesh Vyas

Inspirational Romance

વિરહની વેદના

વિરહની વેદના

1 min
1.3K


બગીચામાં રહેતા એક પતંગિયાને

કોણ જાણે કેવો વહેમ થઈ ગયો ?

ગુલાબના ફૂલને એણે જોયું જ્યારથી

ત્યારથી એની સાથે એને પ્રેમ થઈ ગયો


પતંગિયું રોજ એ ફુલને મળવા આવતું

અને એની આસપાસ જ ઊડતું રહેતું

પતંગિયું ગુલાબને પ્રેમથી જોયા કરતું

ગુલાબ પણ પતંગિયાને જોયા કરતું


ફૂલના મનમાં પણ જાગી પ્રેમ ભાવના

એને પણ પતંગિયા સાથે પ્રેમ થઈ ગયો

એ પતંગિયા અને ફૂલને એકબીજા થકી

જાણે હ્રદયથી આદર સપ્રેમ થઈ ગયો


ગુલાબના ફૂલને એના છોડ પરથી

એ બાગનો માળી આવીને તોડી ગયો

જાણે-અજાણ્યે પેલા પતંગિયાને

એ બગિચામાં એકલો જ છોડી ગયો


એકતરફ પતંગિયું વિરહમાં તડપતું રહ્યું

બીજીતરફ ગુલાબ પણ એ વેદનાને સહેતું રહ્યું

વિરહની વેદનાને શબ્દોમાં વર્ણવું કેવી રીતે ?

ગળગળો થયા પછી, આગળ લખવું કેવી રીતે ?


Rate this content
Log in