STORYMIRROR

Kinjal Pandya

Others Romance

5.0  

Kinjal Pandya

Others Romance

હું તારી એ જ રાધા

હું તારી એ જ રાધા

1 min
1.1K


તું ઘટાદાર વૃક્ષ છે કાના

તો તને વીંટળાઈને ઊભી,

નાજુક નમણી વેલ તે રાધા.


તું વિશાળ સાગર છે કાના

તો તારામાં સમાવવા તત્પર

તટીની તે રાધા.


તું મોરલી છે કાના,

તો એમાં શ્વાસ ફૂંકી મધુર શ્વર

બની તે રાધા.


તું હદય છે કાના

તો તારો જ ધબકાર

બની તે રાધા.


તું ગિરિરાજ છે કાના

તો મંદ મંદ વાતો પવન

બની તને સ્પર્શે તે રાધા.


તું આકાશ છે કાના

તો તારી આંખોમાંથી

વિજળી થઈ ઝબૂકી તે રાધા.


તું ૠતુ છે કાના

તો ૠતુઓમાં શ્રેષ્ઠ

વર્ષા ૠતુમાં તારી આંખોમાંથી

જેની યાદમાં અશ્રુ વહ્યા તે રાધા.


Rate this content
Log in