Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishal Dantani

Others Romance

4  

Vishal Dantani

Others Romance

પ્રેમની રમત

પ્રેમની રમત

1 min
306


એમ પૂછશો નહી વળી કે કેમ થાય પ્રેમ ?

આ રમતમાં હજી નવાં છીએ અમે પણ !


નહીંતર હર રેકોર્ડ પ્રેમના મારે નામે હોત ,

ને સુવર્ણચંદ્રકો લાગણીનાં ઉભરાતાં હોત !


તમને કયાં ખબર છે કે હરીફ કોણ હોત ?

કયારેક તું તો કયારેક પ્રેમ કટ્ટર વેરી હોત !


અમને હરાવીને તમોએ અપસેટ સર્જ્યો છે,

તમને ક્યાં ખબર કે એ મારો જ જલવો છે !


પ્રેમનો ઢીલાં પોચાં હૈયાનો હું રમતવીર છું ,

પણ રમત તોય પ્રેમની ખૂબ રમી જાણું છું !


નવી પ્રિતની પ્રતિયોગિતા ક્યાં અહીં થાય ,

બાકી જીતો તમે ને મેડલ મને મળી જાય !


રમો તમે ખૂબ રમત, પ્રેમનીય ભલે ને રમો ,

પણ નિયમ અઘરાં રાખીને રમત પૂરી કરો !


અધવચ્ચે દાવ મોકૂફી તર્કસંગત જોઈએ,

ફજેતી થાય, મનફાવે પડતું અગર મુકીએ !


Rate this content
Log in