'મા'ની મમત
'મા'ની મમત
ઠંડા પડેલા,
ખૂબ ઢબૂકેલા ઢોલને ઓળંગીને,
ઠેસ વગાડી પગમાં,
અધીરા અધીરા હ્રદયે,
'મા' પહોંચે છે દીકરીની ડોલીએ,
શરમને સાડીના છેડે પરોવી,
સાડલો મોંમાં લઈ લાજ કાઢી,
ટપક ટપક આંસુના,
ધરણીને લઈ ડૂબે એવા બૂંદોએ,
આજીજી જમાઈને એટલી કરે,
'સાંજે એને ટપાડીને જમાડજો ને !
શરમની દીકરી મારી ભૂખી જ રહેશે !'
ફરીવાર ભેટવાની તલબને,
ડૂમો બનાવી ઉરે ઉતારીને 'મા',
દીકરીને આંસુથી બચવાનો,
કઠણ કાળજે રસ્તો ચીંધે !
