STORYMIRROR

Shailesh Chauhan

Inspirational Tragedy

0.0  

Shailesh Chauhan

Inspirational Tragedy

જિંદગીને જાણવામાં વાર પણ લાગી

જિંદગીને જાણવામાં વાર પણ લાગી

1 min
13.9K


જિંદગીને જાણવામાં વાર પણ લાગી શકે !

ખૂદને પણ પરખવામાં વાર પણ લાગી શકે !


જે રીતે ચઢતાં ગયા ઊંચા ચઢાણે આપણે,

એે ફરીથી ઉતરવામાં વાર પણ લાગી શકે !


સાવ સીધો હોય રસ્તો ,હોય મંજિલ પણ નજીક,

તે છતાં ત્યાં પ્હોચવામાં વાર પણ લાગી શકે !


ઘાવ તાજો હોય તો એને તરત ડામી શકો,

દર્દ જૂના ડામવામાં વાર પણ લાગી શકે !


હાથમાં જે હાથ લઈ ચાલ્યા હતા થોડે સુધી,

એ ક્ષણોને ભૂલવામાં વાર પણ લાગી શકે !


કેમ ? ક્યારે ? કેટલું ? ઘાયલ થયું'તું આ હ્રદય ?

સૌ રહસ્યો પામવામાં વાર પણ લાગી શકે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational