છે મંઝિલ
છે મંઝિલ
1 min
155
છે મંઝિલ મારી દૂર છતાં નજદીક હતી.
દુનિયા મારી જેવી તેવી પણ ઠીક હતી.
અંધારે તો એમ જ ચાલી નાખ્યું મેં પણ,
સામે ઊભા અજવાળાની બસ બીક હતી.
આ મનને તો સમજાવીને પાછું વાળ્યું,
બસ, દિલને સમજાવાની માથાઝીંક હતી.
શ્વાસે શ્વાસે ગણતાં ગણતાં થાકી ગ્યો છું,
પળપળની સૌ ઘટનાઓ પણ કેવીક હતી !
આ મારા દિલમાં મારું ક્યાંથી ચાલેય હવે,
ઈચ્છા જાણે મારા દિલની માલિક હતી.
જૂની યાદો પાછી યાદ કરાવી ગઈ જે,
મોસમની એ પ્હેલી વરસાદી છીંક હતી.
