ખાઈને આવ્યો છું હું ઠોકર
ખાઈને આવ્યો છું હું ઠોકર
1 min
27.2K
ખાઈને આવ્યો છું હું ઘણી બધી ઠોકર
એટલેજ બન્યો છું હું રંગમંચનો જોકર
સાઈકલના પૈડે ચલાવીશ હું ગોળ ગોળ ચક્કર
જિંદગીને સમજાવીશ હું દુઃખની આછી પક્કડ
એટલેજ બન્યો છું હું રંગમંચ નો જોકર
જો ધ્યાનથી મને દેખશો તો લગાવેલો હશે મેકઅપ
પણ ચહેરાનો નહિ હોય એકેય બદલાતો વખત
એટલે જ બન્યો છું હું રંગમંચ નો જોકર
નથી વસવાટ કે નથી કોઈ મારુ પોતીકું ઘર
બંગલા ગાડી ને છતાંય ઉદાસ. ઘણા રાખે છે લોકો નોકર
એટલેજ બન્યો છું હું રંગમંચ નો જોકર
જો ખડખડાટ હસાવી ના દવ તો કહેજો મને
જિંદગીની પરિભાષા ના સોપાનો કરવાના છે સર
એટલેજ બન્યો છું હું રંગમંચનો જોકર
હું પણ છું એક દમદાર જન
પણ ફક્ત બતાવા આવ્યો છું લોકો નો અસલી રંગ
એટલેજ બન્યો છું હું રંગમંચ નો જોકર
